Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ગુજરાત : ટૂંકમાં મોનસુનની એન્ટ્રી થશે, બધા લોકો ઉત્સુક

અરવલ્લી, મોડાસા, દાહોદમાં વરસાદી ઝાપટા : અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના : ૨૫ જુનથી અમદાવાદમાં પણ વરસાદ તુટી પડે તેવી આગાહી

અમદાવાદ, તા.૨૩  :ગુજરાતમાં મોનસુનની એન્ટ્રી હવે ટૂંક સમયમાં થવા જઈ રહી છે. જેના કારણે રાહતના સમાચાર આવી પહોંચ્યા છે. પ્રી મોનસુન વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં જુદા જુદા ભાગોમાં વરસાદ પડ્યો છે. જેથી તાપમાનમાં ઘટાડો થયો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં ખાસ સ્થિતિ હાલમાં સર્જાઈ છે. જેની અસર દેખાઈ રહી છે. હવામાન વિભાગ તરફથી મધ્યમથી હળવા ઝાપટા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં જારી રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના દાહોલ, પંચમંહાલ, છોટા ઉદેપુર, મહિસાગર, ખેડા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ રહી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રાના ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. મોનસુનની વહેલી તકે એન્ટ્રી વચ્ચે આજે અરવલ્લી, મોડાસા, કચ્છના નખત્રાણા, દાહોદ, લીંબડી સહિતના વિસ્તારમાં વરસાદ જારી રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી રહ્યુ હતું. આવતીકાલે પણ તાપમાનમાં કોઈ વધુ ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મેઘરાજા મહેરબાન થાય તેવી પૂરી શકયતા બની છે. બંગાળનું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજયભરના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે-ચાર દિવસમાં સામાન્યથી મધ્યમ અને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં તા.૨૫મી જૂનથી ચાર દિવસ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પૂરી શકયતા છે. તો, સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ મેઘરાજા તેમની મહેર ચાલુ રાખશે. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગત સપ્તાહે ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો. વિધિવત રીતે ચોમાસુ શરૂ થયું છે ત્યારે આગામી ૪ દિવસ સુધી ગુજરાતમાં વિવિધ પંથકો અને વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. નૈઋત્યનું ચોમાસું ધીમેધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

         બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે વરસાદી વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે.  ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં પણ તા.૨૫મીથી વરસાદનું ધમાકેદાર આગમન થશે અને સારો એવો વરસાદ શહેરમાં વરસશે તેવી આગાહી પણ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યનાં ૯ શહેરોમાં ગરમીનો પારો ૩૯થી ૪૧ ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જેને કારણે વાતાવરણમાં ગરમીની સાથે અસહ્ય બફારાથી લોકો પરેશાન થઇ ગયા હતા.જો કે, આગામી બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હવે  ગુજરાતભરમાં વરસાદની પધરામણી થવાનાં સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થતાં નાગરિકોને રાહત થઇ છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૩  : રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૩૮.૮

ડિસા............................................................ ૩૯.૨

ગાંધીનગર....................................................... ૪૦

વીવીનગર.................................................... ૩૯.૬

વડોદરા........................................................ ૩૭.૨

સુરત............................................................... ૩૨

વલસાડ........................................................ ૩૨.૯

ભાવનગર..................................................... ૩૫.૨

રાજકોટ........................................................ ૩૭.૯

સુરેન્દ્રનગર................................................... ૩૭.૮

ભુજ............................................................. ૩૯.૬

કંડલા એરપોર્ટ.................................................. ૩૯

(9:28 pm IST)
  • જામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી જિયા નામની 4 વર્ષની બાળકીને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગયાની પ્રાથમિક આશંકા:લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી ઉપાડી ગઈ છે જે કોઈને જાણ થાય તેને આ નંબર 9377777897 પર સંપર્ક કરવા .અથવા જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રુમ 0288-2550200 માં જ‍ાણ કરવા જણાવ્યું access_time 2:56 pm IST

  • હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST

  • જુલાઈના પ્રારંભે દિલ્હીમાં ચોમાસુ જામશેઃ આજે છુટોછવાયોઃ દિલ્હીમાં આજે છુટોછવાયો વરસાદ પડશે જયારે ભારે વરસાદ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે તેમ સ્કાયમેટ જણાવે છે : દિલ્હીમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે access_time 11:41 am IST