-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
અમેરિકામાં એકજ દિવસમાં 1500થી વધુ ફ્લાઈટ્સ રદ થઇ હોવાની માહિતી access_time 6:39 pm IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
હવે ‘દયાબેન'ના રોલ માટે એક્ટ્રેસ રાખી વિજનના નામની ચર્ચા access_time 11:45 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ તળાવમાં કૂદી આત્મહત્યા કરતા ચકચાર
પોલીસે મૃતક પ્રેમી વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

વલસાડના રોણવેલ ગામની છે જ્યાં યુવતીની હત્યા કર્યા બાદ તેના પ્રેમીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા અને ત્યારબાદ બંધાયેલા પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો હતો. પોલીસે મૃતક પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વલસાડના રોણવેલ ગામે રહેતી પાયલ પટેલ અને નાની સરોણ ગામના સ્મિત પટેલ વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા અને બાદમાં પ્રેમસંબંધ પાંગર્યો હતો. 22મી તારીખે રોણવેલ ગામમાં રહેતી પાયલ પટેલના પરિવારજનો વલસાડ સામાજિક પ્રસંગે ગયા હોય પાયલ ઘર પર એકલી જ હતી. જેની જાણ થતા સ્મિત પટેલે તને મળવા માટે પહોંચ્યો હતો. આ સમયે કોઈ કારણોસર પ્રેમીયુગલ વચ્ચે ઝઘડો થતા સ્મિત પટેલે પાયલનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પાયલ ઘરે એકલી હોવાથી પાયલની કાકી તેના ઘરે ચેક કરવા જતાં ઘરની દરવાજો અંદરથી બંધ મળી આવ્યો હતો. અને પાછળના દરવાજાથી ઘરમાં જઈને ચેક કરતા પાયલ તેના બેડરૂમમાં પલંગ ઉપર મૃત હાલતમાં મળી આવી હતી. ચેક કરતા પાયલનું ગળુ દબાવી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા પાયલની કાકીએ પાયલના માતા પિતાને અને ગામના અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. પાયલની હત્યા સ્મિત પટેલે કરી હોવાની આશંકા વલસાડ રૂરલ પોલીસ મથકે દર્શાવી હતી.
વલસાડ રૂરલ પોલીસે સ્મિત પટેલના ઘરે ચેક કરતા સ્મિત ઘરે મળી આવ્યો ન હતો. અને ગામમાં તપાસ કરતા સ્મિત પટેલની બાઈક અને મોબાઈલ તળાવના કિનારે પડેલી હાલતમાં મળ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે સ્થાનિક તરવૈયાઓ અને ચંદ્રપુરના તરવૈયાઓની મદદ લઈને તળાવમાં સ્મિતની લાશની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત્રી સુધી સ્મિતની લાશની શોધખોળ હાથ ધરી હતી પરંતુ, લાશ મળી આવી ન હતી. આજ રોજ સવારે સ્મિત પટેલની લાશ મળી આવી હતી. વલસાડ રૂરલ પોલીસે સ્મિતની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી આગળની તાપસ હાથ ધરી છે.
રોણવેલ ગામમાં મૃતક પ્રેમિકા એકલી હતી તેને મળવા માટે સ્મિત પહોંચ્યો હતો. પરંતુ, બંને વચ્ચે કોઈ બાબતને લઈ થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો. બંને વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો તે જાણી શકાયું નથી. પોલીસે મૃતક પ્રેમી વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.