Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

મોડેલ અને યુવતીઓ સાથે સહવાસની લાલચ આપીને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઇ :1,54 કરોડનો ચૂનો ચોપડ્યો

અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમે બે યુવતીઓ સહીત વધુ છ આરોપીને દબોચ્યા : અત્યાર સુધીમાં 2525 લોકો પાસેથી 1.54 કરોડ ખંખેર્યા : પ્લેબોય તરીકે કામ કરવાના બહાને છેતરપિંડી કરતી

અમદાવાદ : ફ્રેન્ડશિપ ક્લબની મેમ્બરિશપ લઈ મોડેલ અને યુવતીઓ સાથે સેક્સ માણવાની જાહેરાત જોઈ લોકોએ એ સુંવાળો સહવાસ પામવા રૂપિયા ભરી મેમ્બરશિપ લેવાની ઓફર, સાથે જ પ્લેબોય તરીકે કામ કરવાની ઓફર કરી યુવકો સાથે છેતરપિંડી થવાના મામલા વધી ગયા છે. જોકે હવે અમદાવાદમાં પણ પ્લેબોય તરીકે કામ કરવાનું કહી યુવકો સાથે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ છે. અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમે છ આરોપીની ધરપકડ કરી છે. આ ગોરખધંધો ચલાવતી ટોળકીના બે સભ્યો પહેલાથી પોલીસની સકંજામાં હતા.

આ ઠગ ટોળકી હાઈપ્રોફાઈલ લેડીઝ સાથે સેક્સ કરવાની લાલચ આપી રૂપિયા કમાવવાની લાલચ યુવકોને આપતી હતી આ ઠગ ટોળકી યુવકોને મોડેલ અને યુવતીઓના ઉત્તેજક ફોટા પણ બતાવતા હતા અને આ સુંદરીઓનો સહવાસ મેળવી શકશો એમ જણાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા.આ ઠગ ટોળખી અત્યાર સુધીમાં 2525 લોકો પાસેથી 1.54 કરોડની છેતરપિંડી કરી ચૂંકી છે

ગ્રામ્ય સાયબર ક્રાઇમે ઝડપેલ છ આરોપીઓમાં બે યુવતીઓ પણ સામેલ છે જે આ ગેંગમાં કામ કરતી હતી. આ બે યુવતીઓ પણ પ્લેબોય તરીકે કામ કરવાના બહાને છેતરપિંડી કરતી હતી. જોકે મુખ્ય આરોપીના બનાવટી દસ્તાવેજો બનાવનાર અને બેંક એકાઉન્ટ ખોલાવનાર આરોપી પણ ઝડપાયા છે.

(12:28 am IST)