Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ઈંદરમાં ગામમાં જુગાર રમતા 4 શખ્સો ને રૂ.1170 સાથે તિલકવાડા પોલીસે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા પોલીસે બાતમીના આધારે તાલુકાના ઈંદરમાં ગામ માં ચાલતા જુગાર ઉપર રેઇડ કરી રોકડા રૂપિયા સાથે ચાર વ્યક્તિ ઓને ઝડપી લીધા હતા
  પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પોલીસને મળેલી બાતમીના આધારે શનિવારે રાત્રે ઈંદરમાં ગામમાં રેડ કરતા ત્યાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા રવિદાસ ભીખાભાઇ ભીલ, ગણેશભાઇ શંકરભાઇ ભીલ  જગદીશ ભાઈ અરવિંદભાઇ ભીલ અને ભીખાભાઈ માનસિંગભાઇ ભીલ તમામ (રહે.ઇન્દ્રમાં તા.તિલકવાડા )ને કુલ રૂ.1170 સાથે ઝડપી ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:17 pm IST)