Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

રાજપીપળા વાઘરીવાડમાં નજીવી બાબતે માર મારી ધમકી આપનાર બે ભાઈઓ વિરુદ્ધ ગુનો ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના વાઘરીવાડમાં જમવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં માર મારી ધમકી આપતા બે વ્યક્તિઓ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થવા પામી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર અરુણભાઇ લાલાભાઇ વાધરી (રહે.વાઘરીવાડ રાજપીપલા )એ અપેલી ફરીયાદ મુજબ તેના પિતા લાલાભાઇ શના ભાઇ વાઘરી પોઇચા ભાઠામાં બાધા કરવા માટે ગયેલા તે વખતે જમવા બાબતે બોલાચાલી થયેલી જેની રિસ રાખી રવિવારે રાતે મહેશભાઇ જેસીંગભાઇ વાઘરી અને રાકેશભાઇ જેસીંગભાઇ વાઘરી (બન્ને રહે.વાઘરીવાડ રાજપીપલા) નાઓ લાકડી વડે  લાલભાઈને માર મારી ઇજા કરી, ઢીકા પાટુનો માર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:13 pm IST)