Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

પેથાપુરના ભોયણ ગામની સીમમાં ગાંધીનગર પોલીસનો દરોડો : જાહેરમાં જુગાર રમતા 9 પત્તાપ્રેમીઓ ઝડપાયા

પેથાપુરના ભોયણ ગામની સીમમાં ગાંધીનગર પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ સાથે 13,410 રૂપિયા કબ્જે કરી કાયદેસર કાર્યવાહી એલસીબી ટીમે હાથ ધરી હતી. ભોયણ ગામની સીમમાં ઊંટડીયા મામાના મંદિરની બાજુમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પૈસાની હાર જીતનો જુગારરમતા હતા. જેની બાતમી મળતા તેમને જુગાર રમતા આરોપીઓને ઝડપ્યા હતા.

એલસીબી ટીમ દ્વારા રેડ કરતા જુગાર રમતા મુકેશજી વાઘેલા, ભાવુસિંહ ચાવડા, શુભસિંહ ચૌહાણ, ભરતજી રાઠોડ, પંકજસિંહ રાઠોડ, કિશોરસિંહ રાઠોડ, દિલીપસિંહ ચાવડા, જીગર પટેલ કે જેઓ ભોયણ ગામ તેમજ ગાંધીનગર આસપાસના તમામ રહેવાસીઓ છે. જેમની પાસેથી રોકડ રકમ, ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરેલ ન હોય અને માસ્ક પહેરેલ પણ નહોતું. જેના કારણે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(10:06 pm IST)