Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

માંડલ તાલુકાના દરેક ગામમાં મારૂતિ સુઝુકી કંપની દ્વારા કીટો અપાઈ

૧પ હજાર માસ્ક,૧ હજાર સેનીટાઈઝર બોટલ, ૪ હજાર ગ્લ્વૉઝ,૧૦૦ ઓક્સિમીટર સરપંચ-તલાટીઓને અપાયા

(વંદના નીલકંઠ વાસુકીયા દ્વારા) વિરમગામ : હાલ વિશ્વમાં અને ભારત દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ભારતમાંથી કોરોનાનો ખાત્મો બોલાવવા સરકાર અને સ્થાનિક તંત્રએ કવાયત હાથ ધરી છે ત્યારે આવા કપરાં સમયમાં અનેક સામાજિક,ધાર્મિક સંસ્થાઓ તેમજ અનેક સામાજિક,ધાર્મિક સંસ્થાઓ તેમજ અનેક ઉદ્યોગપતિઓ અને ખાનગી કંપનીઓ પણ સરકારની સાથે સતત ખડપગે છે. માંડલ વિસ્તારમાં આવેલ હાંસલપુર સુઝુકી મોટર ગુજરાત પ્રા.લી કંપની દ્વારા માંડલ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સુખાકારી માટે તેમજ કોરોનાથી રક્ષણ મળતી કીટો વિતરણ કરવામાં આવી હતી. મારૂતિ સુઝુકી પ્લાન્ટ દ્વારા માંડલ તાલુકાના ૩૬ ગામડાઓમાં ૧પ હજાર માસ્ક, ૧ હજાર જેટલી સેનીટાઈઝરની બોટલો, ૪ હજાર ગ્લ્વૉઝ, ૧૦૦ જેટલા ઓક્સિમીટર તમામ ગામોના સરપંચ તલાટીઓને રૂબરૂ બોલાવીને વિતરણ કરવામાં આવ્યા હતાં. માંડલ મેઘમણી સંસ્કાર ધામ હોલ ખાતે  મારૂતિ સુઝુકી તેમજ તંત્ર દ્વારા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી સુરભી ગૌતમ, માંડલ મામલતદાર જી.એસ.ગૌસ્વામી, ના.મામલતદાર યુ.કે.વાઘેલા, ભીખાભાઈ પટેલ, ગોપાલભાઈ, મામલતદાર સ્ટાફ, માંડલ તાલુકા વિકાસ અધિકારી નવીનભાઈ પટેલ, માંડલ પી.એસ.આઈ સંદિપ આઈ.પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય ભીખાભાઈ વાઘેલા, મેઘમણી  પરિવારના દિલીપભાઈ પટેલ, માંડલ ભાજપના પ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ પટેલ, માંડલ હેલ્થ ઓફિસર ડૉ.દિપકભાઈ પટેલ તેમજ અનેક આગેવાનો કાર્યકરો અને તમામ ગામોના સરપંચ અને તલાટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે હાંસલપુર સુઝુકી મોટર ગુજરાત પ્રા.લી કંપનીમાંથી મુકેશભાઈ પટેલ તેમજ શ્રીરામ પ્રસાદ આમ બે પ્રતિનિધિઓ પણ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય ત્યારબાદ મામલતદારે પ્રાંસગિક પ્રવચન કર્યુ હતું ત્યારબાદ સૌપ્રથમ પ્રાંત અધિકારીના હસ્તે તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે માંડલ તાલુકાના તમામ ગામોના સરપંચ અને તલાટીઓને માસ્ક,ઓક્સિમીટર, સેનીટાઈઝ બોટલ, હેન્ડ ગ્લ્વૉઝની કીટ વિતરણ કરી હતી.  પ્રાંત અધિકારીએ એક કીટ મામલતદાર કચેરીના સ્ટાફ માટે, પોલીસ સ્ટેશન, તાલુકા હેલ્થ કચેરી તેમજ રાજકીય મહાનુભાવોને પણ આપી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત ઓફિસરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તાલુકાની પ્રજાને માસ્ક પહેરવા, સેનીટાઈઝ કરવું, સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરવું તેમજ મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત સૌ ગામોને કોરોનાથી બચાવવાના છે. ( તસવીર: જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(8:49 pm IST)