Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વલસાડ : પારિવારિક ઝગડામા સુખદ સમાધાન કરાવતી અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડમાંથી એક યુવતીએ અભયમ 181મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કેતેઓ પિયરમા રહે છે  તેમના પિતા અવાર નવાર ઝગડો કરી અપશબ્દો બોલે છે જેમાં મદદ કરવા જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ વલસાડ તેમના ઘરે જઈ પરિવારનું અસરકારક કાઉન્સિંલીંગ કરી પારિવારિક કલહ ની જગ્યા એ શાંતિ સ્થપાય તેમ સમજાવવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ વીણાબેનને સાસરી મા તેમના પતિ સાથે વિખવાદ થતા છેલ્લા પાંચ મહિનાથી પીયસ મા છે જેથી તેમના પિતા ને ગમતું નથી અને અપશબંદો બોલી અપમાનિત કરે છે અને ઝગડો કરે છે જેથી તેઓ એ મદદ માટે અભયમ મા કોલ કાર્યો હતો.
અભયમ ટીમે પિતા ને સમજાવેલ કે દીકરી ની આવી વિષમ પરિસ્થિતિ મા તેની લાગણી દુભાય તેવું વર્તન ના કરશો. તેમના સાસરી મા સંપર્ક કરી સમાધાન થાય તેવી પ્રયત્ન કરવા જોઈએ આ માટે અભયમ ની જરૂર હોય તો અમો સહાયરૂપ બનીશુ વીણાબેન ને પણ પતિ સાથે અનુકૂળ થવા માર્ગદર્શન આપેલ તેમના મમ્મી અને ભાઈ ને પણ પરિવાર મા શાંતિ જળવાઈ રહે તેમ એકબીજા ને અનુકૂળ થવા સંમત કર્યા હતા. વીણાબેન ના પિતા એ પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી પરિવાર મા વિખવાદ નહીં થાય તેની ખાત્રી આપી હતી.

(8:47 pm IST)