Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

મહેસાણા:વિજાપુર તાલુકાના કોલવડા ગામે મિલકતના ઝઘડામાં યુવાનને પિતા સહીત કાકાએ મળી માથામાં લાકડાના ફટકા મારી મોતનેઘાટ ઉતારી દેતા પોલીસ ફરિયાદ

વિજાપુર:તાલુકાના કોલવડા ગામમાં મિલકતના ઝઘડામાં જીદે ચઢેલા એક યુવાનને તેના પિતા, કાકા અને કૌટુંબીક ભાઈએ માથામાં લાકડા ફટકાર્યા બાદ દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ રાતોરાત તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. આ ઘટનાના દસેક દિવસ બાદ મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવતાં ઘટસ્ફોટ થયો છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ શખસોની અટકાયત કરીને કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

કોલવડા ગામમાં આવેલ મોટામાઢમાં રહેતા સોમાભાઈ કાન્તીભાઈ પટેલના એકના એક દિકરા નિકુલ ઉર્ફે ભોયો (ઉ.વ.૨૮)નાએ અગીયાર વર્ષ અગાઉ મિત્તલ નામની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેઓને ૮ વર્ષની દિકરી પણ છે. તેઓ હાલ વિસનગરમાં રહે છે. ગુનાહીત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ નિકુલ કોલવડામાં આવેલ પિતાના ભાઈઓની ૧૨ વિઘા મજીયારી જમીન અને અન્ય મિલકતમાં ભાગ માંગતો હતો. પરંતુ વારંવાર આ વાતને તેના પિતા સમજાવીને ટાળી દેતા હોવાથી ઝઘડાઓ થતા હતા.

 

(5:53 pm IST)