Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ગાંધીનગર જિલ્લામાં જવાહર માર્કેટ યાર્ડ નજીક થાંભલાના અજવાળે જુગાર રમતા શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી જેલ હવાલે કર્યા

ગાંધીનગર:જિલ્લામાં હાલ કોરોનાના સંક્રમણના કારણે આંશિક લોકડાઉનની સ્થિતિ છે ત્યારે પોલીસ જાહેરનામાંઓના પાલન માટે સતત પેટ્રોલીંગ કરી રહી છે. આવી સ્થિતીમાં જુગારની પ્રવૃતિ પણ વધી રહી છે ત્યોર પોલીસ બાતમીદારોને સક્રિય કરી દરોડાની કાર્યવાહી પણ કરી રહી છે. દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જવાહર માર્કેટ યાર્ડમાં લાઈટના થાંભલાના અજવાળે કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં રાજુજી તલકાજી મારવાડી રહે.સોમાકાકાની ચાલી દહેગામ, કનુભાઈ સોમાજી મારવાડી રહે.મારવાડીવાસ, વિજયભાઈ કાંતિભાઈ મારવાડી રહે.ખજુર તળાવ, કચરાજી જગાજી મારવાડી રહે.જવાહર માર્કેટયાર્ડ પાસે, અરવિંદભાઈ બીજલભાઈ ભીલ રહે.જવાહરમાર્કેટ યાર્ડ પાસે, પ્રકાશભાઈ અમરતભાઈ ભીલ રહે.ગણેશપુરા દહેગામ, મસરાજી ગલબાજી મારવાડી રહે.જવાહરમાર્કેટ દહેગામ, નરેશ લક્ષ્મણભાઈ ભીલ રહે.નાંદોલ ફાટક પાસે દહેગામ અને મારવાડીવાસમાં રહેતા પશાભાઈ તલસાભાઈ ભીલને ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૧૪પ૧૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. તો બીજી બાજુ પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રાંધેજા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં તીનપત્તીનો જુગાર રમાઈ રહયો છે જે બાતમની પગલે દરોડો પાડી રાંધેજા માંડવી ચોકમાં રહેતા નિલેશ કનુભાઈ પટેલ, કૃણાલ કાંતિભાઈ પટેલ, આકાશ દશરથભાઈ પટેલ અને દીલીપ સાંકળચંદ પટેલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા જેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી ૪૩૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જુગારીઓ સામે જુગારધારાની સાથે જાહેરનામાં ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

(5:53 pm IST)