Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે જુદી જુદી જગ્યાએ દરોડા પાડી પોલીસે દોઢ લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

ખેડા: જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે અલગ અલગ જગ્યાઓ પરથી આશરે દોઢ લાખ રૂપિયા જેટલી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાં અને કઠલાલ ગાડવેલ ચરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. બંને બનાવોમાં ખેડા અને કઠલાલ પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે ખેડા ધોળકા તરફથી રઢુ તરફ એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ આવે છે. જે અનુસંઘાને સ્થાનિક પોલીસની ટીમે રઢુના ગામની ભટ્ટુડી તલાવડી પાસે વોંચ ગોઠવી હતી. તે સમયે બાતમી આધારિત ગાડી પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૩૦૦ કિ.રૂા.૧,૩૮,૨૮૦,ગાડી કિ. રૂા.૩,૦૦,૦૦૦ એમ મળી કુલ રૂા.૪,૩૮,૨૮૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મૂદ્દામાલ સાથે કૈલાશ ચૂનીલાલ ડાંગી રહે,નાંદવેલ વિશ્લકર્મા મંદિર સામે તા.માવલી જિ.ઉદેપુર (રાજસ્થાન) ને ઝડપી પાડયો છે.આ બનાવ અંગે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:51 pm IST)