Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

સુરત: વેસુમાં મહિલાને શોપિંગ વાઉચરની લાલચ આપી ભેજાબાજે ઓટીપી મેળવી 21 હજારનું પેમેન્ટ કરાવી લઇ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં વેસુની એસ.ડી. જૈન સ્કુલના મહિલા એકાઉન્ટન્ટને આરબીએલ કંપનીના ક્રેડિટ કાર્ડ પર શોપીંગ વાઉચરની લાલચ આપી ભેજબાજે ઓટીપી મેળવી લઇ ટોરેન્ટ પાવર અને ડીજીવીસીએલ કંપનીનું બિલ ભરપાઇ કરી રૂ. 21,873 ની છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાય છે.

વેસુની એસ.ડી. જૈન સ્કુલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી પ્રિયંકા અરૂણ ભટ્ટાચાર્ય (ઉ.વ. 33 રહે. એ 404, અક્ષરધામ એપાર્ટમેન્ટ, નારાયણનગર, કતારગામ) પર 16 એપ્રિલે મોબાઇલ નં. 9776774609 પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે આરબીએલ ક્રેડિક કાર્ડ કંપનીમાંથી બોલું છું એમ કહી કાર્ડ નંબર અને જન્મ તારીખનું વેરીફીકેશન કર્યુ હતું. ત્યાર બાદ ત્રણ શોપીંગ વાઉચરની લાલચ આપી હતી અને તેને એક્ટિવેટ કરવા ઓટીપી મોકલાવ્યો હતો. પ્રિયંકાના મોબાઇલમાં ઓટીપીમાં આવતા તે નંબર કોલ કરનારે મેળવી લીધો હતો અને ગણતરીની મિનીટોમાં જ ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 14,240 ટોરેન્ટ વાપરના ખાતામાં, રૂ. 7633 ડીજીવીસીએલ કંપનીના ખાતામાં બિલ પેઇડ કર્યાના મેસેજ આવ્યા હતા. આ રીતે ભેજાબાજે આરબીએલ કંપનીના ક્રેડિટ કાર્ડ ધારક પ્રિયંકા ભટ્ટાચાર્યને શોપીંગ વાઉચરની લાલચ આપી તેને એક્ટિવ કરવાના બહાને ઓટીપી મોકલાવી કુલ રૂ. 21,873 વીજ બિલ પેટે ભરપાઇ કરી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

(5:48 pm IST)