Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

સુરતમાં શેરબજારમાં 2 ટકા વળતરની લાલચ આપી ચારથી પાંચ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત; શહેરમાં શેરબજાર અને કોમોડિટીઝમાં રોકાણના મુદ્દલની સંપૂર્ણ જવાબદારી અને દર મહિને 2 ટકા વળતરની લાલચ આપી ચારથી પાંચ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લઇ રાતોરાત ઓફિસ બંધ કરી ભાગી જનાર વરાછાની સ્કેવર ગ્રૃપ એન્ડ કંપની અને કતારગામની કેપીએમએસ ટ્રેડીંગ નામની કંપનીના સંચાલક બારોટ બંધુ વિરૂધ્ધ આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી ધરપકડ કરી છે.
લિંબાયતના નારાયણ નગરમાં ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામે લેસનું કારખાનું ધરાવતા ચેતન ધનજી કાકડીયા (ઉ.વ. 30 હાલ રહે. બી 30, 31 રામદેવપીરનગર સોસાયટી, વરાછા અને મૂળ. ભેગાળી, તા. તળાજા, જિ. ભાવનગર) નો વર્ષ 2016માં પિતરાઇ ભાઇ હસ્તક વરાછા મીની બજારના ડાયમંડ વર્લ્ડમાં સ્કેવર ગ્રૃપ એન્ડ કંપની અને કતારગામ કાંસાનગરમાં કેપીએમએસ ટ્રેડીંગ કંપની નામે શેર કોમોડિટીઝનો ધંધો કરતા નિરલ દિવ્યાંગ બારોટ અને કૃણાલ દિવ્યાંગ બારોટ (બંને રહે. હાલ. બી 14, રૂતુરાજ સોસાયટી, સુભાષ ચોક, મેમનગર, અમદાવાદ અને મૂળ બારોટવાસ, પ્રાંતિજ, સાબરકાંઠા) સાથે પરિચય થયો હતો. નિરલ અને કૃણાલે અમારી કંપનીમાં રોકાણ કરશો તો સંપૂર્ણ જવાબદારી અને દર મહિને ઓછામાં ઓછું 2 ટકા વળતર તથા જરૂર પડે તો મુદ્દલ પરત આપવાની લાલચ આપી હતી. જેથી વર્ષ 2017માં પર્સનલ લોન લઇ સ્કેવર ગ્રૃપ એન્ડ કંપનીના એકાઉન્ટમાં રૂ. 1 કરોડ અને કેપીએમએસ ટ્રેડીંગ કંપનીમાં રૂ. 90 લાખનું રોકાણ કર્યુ હતું.

(5:46 pm IST)