Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વડોદરા:રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર ડ્રાઈવરને ઝડપી પોલીસે 1.18 લાખનો મુદામાલ જપ્ત કર્યો

વડોદરા:રિક્ષામાં વિદેશી દારૃ ભરીને જતા  ડ્રાયવરને પીસીબી પોલીસે ઝડપી પાડી ૧.૧૮ લાખનો  મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને દારૃ મંગાવનાર આરોપીને પકડવા માટે પ્રયાસો શરૃ કર્યા છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,એક રિક્ષામાં વિદેશી દારૃની બોટલો ભરીને સયાજીગંજ નટરાજ ટાઉનશિપ તરફ આવનાર  છે.જેથી,પોલીસની ટીમે નટરાજનગરની આજુબાજુ વોચ ગોઠવી હતી.દરમિયાન સાંજે સાડા છ વાગ્યે રિક્ષા આવતા તેને રોકીને તપાસ કરતા રિક્ષા ચલાવતા શખ્સનું નામ પૂછતા તેણે  પોતાનું નામ અજીત હુસેનભાઇ ચૌહાણ (રહે.પરશુરામનો ભઠ્ઠો,સયાજીગંજ) જણાવ્યુ હતું.તેની રિક્ષામાં તપાસ કરતા વિદેશી દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૩૮,૪૦૦ ની મળી આવી હતી.પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી દારૃ અને  રિક્ષા મળીને કુલ રૃપિયા ૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યુ હતું કે,દારૃનો જથ્થો સાકીર નામના શખ્સનો છે.પોલીસે મોબાઇલ નંબરના આધારે સાકીરની શોધખોળ હાથ ધરી છે.

(5:45 pm IST)