Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વડોદરાના પંડ્યા બ્રિજ નજીક એક્ટિવા પરથી કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવકનું ગંભીર ઇજાથી મોત

વડોદરા:શહેરના પંડ્યા બ્રિજ નજીક એકટીવા ઉપરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે ટકરાયેલા 36 વર્ષીય યુવકનું માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સુર મંદિર સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય જતીનભાઈ અરવિંદભાઈ જોશી હાલોલ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જતીનભાઈ જોશી આજવા રોડ ખાતે રહેતા તેના મિત્ર ને ઘરે મૂકવા પોતાનું એકટીવા લઈ નીકળ્યા હતા . જ્યાંથી પરત આવતા બપોરના સમયે પંડ્યા બ્રિજ નજીક નજીક મરઘા કેન્દ્ર પાસે અચાનક તેઓએ એકટીવા સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા એકટીવા સ્લીપ ખાઇ ગઇ હતી અને તેઓ ડિવાઇડર સાથે ટકરાયા હતા અકસ્માતમાં તેમને માથાના તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

(5:44 pm IST)