Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વડોદરાના માંડવી વિસ્તારમાં સોનાના ઘરેણાંને પોલીસ કરવા જતા કારીગરને હિપ્નોટાઈઝ કરી ગઠિયા 6તોલાના દાગીના લઇ ફરાર

વડોદરા:શહેરના માંડવી વિસ્તારમાં આવેલી પટોડીયા પોળ પાસે સોનાના ઘરેણાંને પોલીસ કરવા જતા કારીગરને હિપ્નોટાઈઝ કરી ખિસ્સામાંથી છ તોલા સોનાના દાગીના લઇ અજાણ્યા ગઠીયા નાસી છૂટયા હોવાનો બનાવ વાડી પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ચોકસી બજાર પટોળીયા પોળમાં શ્રીનાથજી ચેમ્બર્સ આવેલું છે જેમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં કામ કરતો કારીગર ત્રણ લાખની કિંમત ધરાવતા છ તોલા સોનાના દાગીનાના બે સેટ પોલીશ કરવા માટે નજીકમાં આવેલી દુકાને જવા નીકળ્યો હતો.  તે દરમિયાન રસ્તામાં સયાજી શાળા પાસે અજાણ્યા  શખ્સોએ આંતરી કલકત્તાની ઓળખાણ આપી પગે લગાવી હિપ્નોટાઈઝ કરી કારીગરના ખિસ્સામાંથી સોનાના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે કારીગરે માલિકને જાણ કરતા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી જેમાં ત્રણ શખ્સો શંકાસ્પદ જણાઇ આવતાં તેઓએ વાડી પોલીસને અરજીરૂપે ફરિયાદ કરી છે.

(5:40 pm IST)