Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ગુજરાતમાં ૩૦ થી વધુ પત્રકારોના કોરોનાથી મૃત્યુઃ સર્વે ચાલુઃ વિગત હોય તો મોકલો

સંસ્થાનું નામ, ઉંમર સહિતની તમામ વિગતો માત્ર વોટસએપ જ કરવું

રાજકોટ,તા.૨૪: ગુજરાતભરમાં પત્રકારોના મોત કોરોનાના કારણે થઈ રહ્યાં છે. ૩૦ પત્રકારોના નામ સાથે કન્ફર્મડ થયા છે. જેની યાદી તૈયાર થઈ રહી છે. તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણાં મોત થયા હોવાનું અનુમાન છે. જેમના નામ, સરનામું, સંસ્થાનું નામ, ઉંમર સાથે નીચેના ફોન નંબર પર વોટ્સએપ પર વિગતો આપવા  જાણીતા પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલ અને મિત્રો દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

દરમિયાન ગુજરાતના જાણીતા પત્રકારો સર્વશ્રી કિરીટભાઈ ગણાત્રા, હરિભાઈ દેસાઈ, ઈશુદાનભાઈ ગઢવી, શ્યામભાઈ પારેખ, ધીમંતભાઈ પુરોહીત, વિક્રમભાઈ વકિલ, ભાર્ગવભાઈ પરીખ, ગોપી મણીયાર અને દેવશીભાઈ બારડએ અપીલ કરી છે કે કોરોનાના કારણે જે કોઈ પત્રકારોના જીવનદીપ બુઝાયા હોય અને આ અંગે કઈપણ જાણતા હોય તો આ અંગેની વિગતો શ્રી દિલીપભાઈ પટેલના મો.નં.૯૮૨૫૦ ૪૫૩૨૨ ઉપર મોકલી આપવા વિનંતી. ફોન નહીં કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

(5:07 pm IST)