Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

અમદાવાદ જિલ્લાના બગોદરા હાઇવે નજીક ખાણખનીજ સંપત્તિનું ચેકીંગ હાથ ધરવામાં આવતા ચર્ચાઓ થવા લાગી

અમદાવાદ:જીલ્લાના બગોદરા હાઈવે પર ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ સંપત્તીનું વહન જેમ કે રેતી, કપચી, પથ્થર, કોલસો વગેરે ભરી પસાર થતાં ડમ્પરોનું ચેકીંગ હાથધરી ઓવરલોડ કે રોયલ્ટી વગર સરકારના નિયમ વિરૂધ્ધ ખનીજ ભરેલ ડમ્પરોને સીઝ કરી દંડ ફટકારવામાં આવે છે પરંતુ ચેકપોસ્ટ પર ફરજ બજાવતાં અમુક કર્મચારીઓનું ડમ્પરચાલકો સાથે સેટીંગ હોવાની લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ છે.

જેમાં ડમ્પર દીઠ અંદાજે રૂા.,૦૦૦ થી ,૦૦૦ લઈ ઓવરલોડ તેમજ રોયલ્ટી વગરના ખનીજ ભરેલા ડમ્પરો ચેકીંગ કર્યા વગર બારોબાર જવા દેવામાં આવતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમજ માનીતા ડમ્પર ચાલકોને પણ જવા દેવામાં આવી રહ્યાં છે. ઉપરાંત નાના ડમ્પરચાલકોને પકડી પોતાની કામગીરી બતાવી રહ્યાં છે અને રોજના અંદાજે ૫૦૦થી વધુ ડમ્પરો ચેકપોસ્ટ પરથી પસાર થાય છે જે પૈકી માત્ર ૩૦૦ થી ૩૫૦ જેટલા ડમ્પરોની ચોપડે એન્ટ્રી કરવામાં આવે છે.

(5:04 pm IST)