Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

સુરત મનપાના કમિશનર બંછાનિધી પાનીને સ્ટેન્ડીંગ કમિટીના અભિનંદનઃ ઠરાવ પસાર

'તૌકતે' વાવાઝોડામાં તકેદારીના શ્રેષ્ઠ પગલા લેતા પદાધિકારીઓ ખુશખુશાલ

રાજકોટ : સુરત મનપાના કમિશનર બંછાનિધી પાનીએ તૌકતે વાવાઝોડાની અગાહી અગાઉ શહેરમાં તકેદારીના અનેક વિધ પગલાઓ લેતા કોઇ મોટી  નુકશાની  થઇ ન હતી. કમિશ્નરશ્રી પાનીની આ કામગીરીને બીરદાવવા સ્ટેન્ડીંગ કમિટીએ સત્તાવાર રીતે વિધિવત અભિનંદનનો ઠરાવ પસાર કર્યો હતો.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવેલ કે વાવાઝોડા પૂર્વે બે દિવસ અગાઉ બંછાનીધી પાનીના નેતૃત્વમાં ફાયરબ્રિગેડ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સતત તકેદારીના પગલાઓ લઇ રહી હતી.

ભયજનક વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરાયું હતું પશુઓને પણ સલામત સ્થળે રાખી દેવાયેલ. તેમજ ર૪ કલાક માટે કંટ્રોલ રૂમમાં કમિશનર પાની  સહિત તમામ સ્ટાફ ખડેપગે રહ્યો હતો. પરિણામે માત્ર વિજળીના થાંભલાને નુકશાન સિવાય  કોઇ મોટી નુકશાની થઇ નથી.

આમ કમિશનરશ્રી પાનીની શ્રેષ્ઠ કામગીરી અભિનંદનને પાત્ર હોવાથી સ્ટેન્ડીંગ કમિટીએ અભિનંદન પાઠવતો ઠરાવ કરેલ છે.

(5:04 pm IST)