Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ગુજરાત પોલીસમાં અનુભવી અફસરોનો ટુંક સમયમાં દુષ્કાળ સર્જાશે

પોલીસ માફક લોકોમાં પણ ખૂબ જાણીતા નામો ટુંક સમયમાં ઇતિહાસ બની જાય તેવા દિવસો હવે બહુ દૂર નથી : અરુણ શર્મા, કેશવ કુમાર, હરીકૃષ્ણ પટેલ, એચ. આર. મુલિયાણા અને રાકેશ અસ્થાના પોલીસ તંત્રને અલવિદા કહેશે, જોકે રાકેશ અસ્થાનાને વડા પ્રધાન ઓચિંતા સીબીઆઈ વડા જાહેર કરી દયે તો પણ નવાઈ નહિ

આવતા વર્ષે ગુજરાત પોલીસ તંત્રની આન, બાન અને શાન સમા સીબીઆઇના હાલના ઇન્ચાર્જ વડા પ્રવીણ સિંહા તથા ગુજરાત પોલીસ તંત્રમાં જેનો જોટો મળવો મુશ્કેલ છે તેવા મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા નિવૃત્ત થયા છે. આ ખોટ સરકાર કરતા લોકોને વિશેષ છે.  

 રાજકોટ તા.૨૪, ગુજરાતના પોલીસ તંત્રમાં પોલીસ સ્ટાફ અને લોકોને પણ પોતાના વિશાળ અનુભવ આધારે ખૂબ સારી રીતે જાણતા અને કડક હાથે કામ લેવા સાથે બીજી તરફ લોકો અને પોલીસ સ્ટાફના દર્દ બની રહે તેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ તંત્રમાંથી ચાલુ વર્ષે નિવૃત્ત થવાની પરંપરા આવતા વર્ષ સુધીમાં દુષ્કાળ જેવી સ્થિતિ થતાં અનુભવી અને પ્રેકટીકલ અધિકારીઓની મોટી ખોટ પડશે તેમ જાણકારો માની રહ્યા છે.                                             

થોડો સમય અગાઉ માનવીય અભિગમ ધરવતા અને સીબીઆઈ મા ખૂબ મહત્વના સ્થાન સુધી પહોંચનાર અરુણ કુમાર શર્મા નિવૃત્ત થયા. આ અફસરે પોતાના પરિવારના લગ્ન પ્રસંગે જૂના સંબંધો યાદ કરી લોકોને તેડાવ્યા, ગનમેન જેવા નાના હોદા પર કામ કરનારને શોધી કંકોત્રી મોકલી હતી. એસીબી મા ઇતિહાસ સર્જનાર કેશવ કુમાર અને સારી નામના ધરવતા વિનોદ મલ ચાલુ વર્ષે નિવૃત્ત થયા.હરી ક્રિષ્ના પટેલ અને રાજકોટના ગૌરવ સમાં લોક પ્રિય એચ. આર. મુલિયાણા નિવૃત્ત થાય છે. એસ.કે.ગઢવી પણ નિવૃત્ત થાય છે.                                     

ઓગસ્ટ માસમાં સુરત એડી.સીપી નિવૃત્ત થાય તે પહેલાં ગુજરાત કેડરના હાઈ પ્રોફાઈલ અને દેશના બીએસએફ વડાં રાકેશ અસ્થાના જુલાઈમાં નિવૃત્ત થાય છે. જો કે એક વર્ગ એમ માને છે કે સીબીઆઈ  હેડની પેનલમાં  સહુથી સિનિયર રાકેશ અસ્થાનાને છેલ્લી ઘડીએ વડા પ્રધાન સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે સીબીઆઈ વડા જાહેર કરી દેવામાં આવે તો પણ નવાઈ નહિ,સીબીઆઈ હેડ ની વાત નીકળી છે. ત્યારે હાલના સીબીઆઇના ઇન્ચાર્જ વડા અને ખૂબ સ્વચ્છ છબી ધરાવતાં નીર વિવાદી પ્રવીણ કુમાર સિંહા પણ આવતા વર્ષે નિવૃત્ત થાય છે. કેન્દ્રમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો છે. માત્ર આઇપીએસ જ  નહિ સિનિયર આઈ.એ.એસ.એવું માને છે કે હાલમાં એસીબી નિયામકની જગ્યા ખાલી છે,આવતા વર્ષે વિધાન સભાની ચુંટણી છે ત્યારે સરકાર ભ્રષ્ટાચાર સામે ખૂબ શખ્ત છે તે છાપ વધુ દૃઢ કરવા પ્રવીણ સિંહાને નિમણુક આપે તો સરકારની આબરૂ ટોચ પર   પોહચી જાય. આવતા વર્ષ સુધી ની નિવૃત્તિની વાત નીકળી છે ત્યારે ગુજરાત પોલીસ તંત્ર અને લોકોને મોટી ખોટ પડવાની છે અને આ ખોટ એટલે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની નિવૃતિ.             

પોલીસ તંત્ર અને ગુનેગારોની કુંડળીથી સુપરિચિત અને સારા અને દંભી લોકોનો ભેદ પારખનાર આ અફસરનો જોટો મળવો અશકય છે તેમ ન કહી તો પણ તેમના જેવા અફસર મળવા મુશ્કેલ છે તેમ પોલીસ તંત્રનો અને પ્રજાનો એક મોટો વર્ગ માની રહ્યો છે. સીઆઈડી વડા ટી.એસ.બિસ્ટ પણ નિવૃત્ત થયા છે.

નવા તમામ અઘિકારીઓ અને જેમને હજુ નિવૃત્ત થવામાં થોડા વર્ષ બાકી છે તે પૈકી ઘણા ખૂબ સારા અફસર છે. ગુનેગારોને પોલીસ શું કહેવાય તેનું ભાન કરાવી પ્રજાના સારા અને સરળ માણસો સાથે ખૂબ સારી રીતે વર્તતા અફસરો છે પણ આ સંખ્યા બહુ અલ્પ માત્રામાં છે.

(3:48 pm IST)