Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વાવાઝોડુ 'યાસ' ઉત્તર ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ૨૬મીએ બપોર બાદ ત્રાટકશે

સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં પ્રિમોન્સૂન એકટીવીટીમાં ક્રમશઃ વધારો થતો જશેઃ ગરમીમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે, હવામાં ભેજનું પ્રમાણ વધશે એટલે બફારો પણ વધશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં આજે ડીપ્રેશન બનશે જે આવતીકાલે સાયકલોનમાં પરીવર્તીત થયા બાદ વેરી સીવીયર સાયકલોનમાં પરીવર્તીત થશે. અતિતિવ્ર આ વાવાઝોડુ 'યાસ' ૨૬મીએ ઉત્તર ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ૨૬મીએ બપોર બાદ ત્રાટકશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

જયારે સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં પ્રિમોન્સૂન એકટીવીટીનો પ્રારંભ થઈ ચુકયો છે. જેમાં દિવસેને દિવસે વધારો થતો જશે. આવતો મહિનો એટલે કે જુનમાં પ્રારંભના દિવસોમાં વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે.

દરમિયાન હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં ગરમીમાં વધારો થતો જોવા મળે છે. હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ થી ૪૧ ડીગ્રી ગણાય. આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવા સંભવ છે તો હવામાં ભેજનું પ્રમાણે પણ વધશે. જેથી તાપ સાથ બફારાનો પણ લોકોને અનુભવ થશે. તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

(3:47 pm IST)