Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વાવાઝોડાનું રૂપ ધારણ કરતું 'યાસ':હજુ વધુ મજબૂત બનશેઃ ઓરીસ્સા અને પ.બંગાળના દરિયાકિનારા તરફ ગતિ

૧૪૦ થી ૧૫૦ કિ.મી.ની તોફાની ઝડપે પવન ફૂંકાશે, ૮ થી ૧૨ ઈંચ સુધી વરસાદ ખાબકશેઃ અશોકભાઈ પટેલ

રાજકોટઃ 'યાસ'એ વાવાઝોડાનું રૂપ ધારણ કરી લીધું છે અને આ સિસ્ટમ્સ હજુ વધુ મજબૂત બનશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બે દિવસ પહેલા જે લો પ્રેશર થયું હતું તે ઉત્તરોઉતર મજબૂત બની વાવાઝોડાના રૂપમાં રૂપાંતર થઈ ગયું છે અને હાલમાં લોકેશન ૧૬.૬ નોર્થ, ૮૯.૬ ઈસ્ટ, પવન ૭૦ થી ૮૦ કિ.મી. ઝાટકાના પવન ૯૦ કિ.મી.ના છે.

આ સિસ્ટમ્સ મુખ્યત્વે ઉતર- ઉત્તર- પશ્ચિમ તરફ ગતિ કરશે. તા.૨૬ના સવાર સુધીમાં વાવાઝોડું હજુ મજબૂત થયું હશે અને ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારા નજીક પહોંચી જશે. અંદાજે પવન ૧૪૦ થી ૧૫૦ કિ.મી.ના ફુંકાશે. ઝાટકાના પવન ૧૬૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશે.

આ વાવાઝોડુ જયારે ઓરીસ્સા અને પ.બંગાળના દરિયાકિનારે ત્રાટકશે ત્યારે નિચાણવાળા વિસ્તારમાં પણ દરિયાના મોજાનું પાણી ફરી વળશે.

હાલના અંદાજ મુજબ આ સિસ્ટમ્સ દરિયા કિનારા નજીક બાદ જમીન ઉપર એન્ટ્રી કરશે. ત્યારે સિસ્ટમ્સ ધીમી આગળ વધશે. જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવું. વરસાદ ૨૦૦ થી ૩૦૦ મી.મી. અને કયાંક- કયાંક ૩૦૦ મી.મી.થી વધુ પડશે.

(3:46 pm IST)