Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વડોદરાના ફાર્મ હાઉસમાં દારૂ-ચિકનની મહેફિલ માણતા 8 નબીરાઓ ઝડપાયા

સોખડા પાસે આવેલા મીરસાપુરમાં દારૂની મહેફિલ: જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સપાટો બોલાવ્યો: ફાર્મ હાઉસના માલીક સામે ગુન્હો નોંધાયો

વડોદરા: શહેમાં સોખડા પાસે આવેલા મીરસાપુરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા, પોલીસ 8 જેટલા નબીરાઓની ધરપકડ કરીને  ફાર્મ હાઉસના માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  વડોદરા શહેરમાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સપાટો બોલાવ્યો છે. મીરસાપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂ-ચિકનની પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 8 જેટલા નબીરાઓની પોલીસ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા 8 નબીરાઓ પૈકી 5 નબીરા છાણી ગામના પટેલો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બાકીના અન્યો લોકો બહારથી આવ્યા હતા. LCB એ નબીરાઓની કાર અને એક એક્ટિવા સ્કુટર પણ કબ્જે કર્યું છે.

(11:09 am IST)