Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

રવિ સીઝન અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી કોરોનાકાળમાં મોકુફ રાખવા કર્મચારીગણની માંગણી

રાજકોટ, તા.૨૪: કચ્છ જીલ્લા કર્મચારીગણ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ વિભાગ દ્વારા કચ્છ -ભુજની પુરવઠા શાખાના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીને પત્ર પાઠવીને રવિ સીઝન - ૨૦૨૧-૨૨ અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી મોકૂફ રાખા અને કોરોના મહામારીમાં ફરજ બજાવતા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા માંગણી કરી છે. સતત એક વર્ષથી નિગમના કર્મચારીને રજાઓ પણ મળતી નથી. કર્મચારીઓ સામાજિક પ્રાણી છે. ગોડાઉન ખાતે એક માત્ર કર્મચારી હોઇ તે વાર પ્રસંગ કે માંદગી સબબ પણ જઇ શકતા નથી. જાહેર વિતરણની પ્રવૃતિમાં સતત દિવસ અને રાત જોયા વિના જાનના જોખમે ફરજ બજાવી રહેલ છે. હાલના સમાચાર મુજબનિગમના ૪ થી પ કર્મચારીઓના ફરજ દરમિયાન કોરોના સંક્રમણના કારણે મૃત્યુને ભેટયાછે, જે હકીકતે દરેક કર્મચારી ભયની લાગણી હેઠળ તેમના આરોગ્યને મોટું નુકશાન અનુભવી રહયો છે. તેમ પણ રજૂઆતમાં જણાવાયુ છે.

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના કચ્છ જીલ્લા કર્મચારીગણ દ્વારાવધુમાં જણાવાયુ છે કે  પુરવઠા નિગમનો સ્ટાફ જાહેર વિતરણની પ્રવૃતિ સાથે ટેકાને ભાવે ઘઉં ખરીદીની કામગીરી પણ કરે છે. માંડવી ખાતે ૧૩૪૫ ખેડૂતોએ તથા નલિયા ખાતે ૭૮૫ ખેડૂતોએ નોંધણી કરાવેલ છે તેમજ અન્ય ગોડાઉન ખાતે પણ નોૅધણી થયેલ છે. ગોડાઉન ખાતે એકમાત્ર કર્મચારી કામગીરી કરે છે, જેથી ખરીદી તથા વિતરણની કામગીરીને પહોંચવું ખુબ મુશ્કેલ છે. બંને કામગીરી અતિ સંવેદનશીલ તથા નાણાકીય જવાબદારીવાળી છે અને કલાર્ક કક્ષાના નાના કર્મચારી પાસે કામગીરી લેવામાં આી રહેલ છે.

કચ્છ જિલ્લાના વર્ગ-૩નાં કર્મચારીના મંજુર થયેલ ૪૮ના મહેકમની સામે માત્ર ૧૪ કર્મચારી ફરજ બજાવી રહેલ છે. ઉકત પરિસ્થિતિમાં કર્મચારી કામના ભારણ અને અતિશય માનસિક તનાવ હેઠળ ફરજ બજાવી રહેલ છે જે તેના આરોગ્ય અને પારિવારિક મુશ્કેલી અનુભવી રહેલ છે. આ અગાઉ ઉપરોકત માંગણી અન્વયે આવેદનપત્ર તા.૧૨-૪-૨૦૨૧ના રોજ રૂબરૂ આપવામાંઆવેલ છે પરંતુ તે બાબતે વિચારણા થયેલ હોવાનું જણાતું ન હોઇ ફરીથી આ સાથે ઉકત લાગણી અને માગણી રજુ છે તે અન્વયે યોગ્ય કરવા માટે કચ્છ જીલ્લા કર્મચારીગણ દ્વારા માંગણી કરાઇ છે.

(10:50 am IST)