Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા દેડિયાપાડાના શ્રી જલારામ સ્ટુડીઓ દ્વારા તૈયાર કરાયેલા આદિવાસી ગીતો લોકપ્રિય બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઘણા સમયથી ડેડીયાપડાના શ્રી જલારામ સ્ટુડિયો સંગીત, એક્ટિંગ, તેમજ લગ્ન ગીતો, લોક ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરી લોક ચાહના મેળવી રહ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતના પહેરવેશ, ભાષા , તેમજ સુંદર પ્રકૃતિ દ્રશ્યો દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવે છે.
આ સ્ટુડિયોના માલિક જયેશ વસાવા સાથેની વાતચીત દરમિયાન તેમનું સપનું આદિવાસી કલાકારોને એક ઓળખ મળે,તેમનું ભાવિ આગળ વધે એ માટે તેઓ સતત પ્રયત્ન કરતા આવ્યા છે. જેમાં પોયરી‌ તોઅ સ્માઈલ ,મેરાલી યાહા‌ આશીર્વાદ ,‌ આપુ દોસ્તી..ઓ‌ પાવુંહ, જય દેવમોગરા માતા આરતી, દોસ્તી પોયરીયા આખે વરાડ,તિરછી ટોપી કેટીએમ ને ફિરો રે.., ઇન્ટરનેટ  વાલો‌‌ લવ,કાના ની રાધા,બેના..તુ એકલી એક પોયરી, ઓ બેના.. પારાયે ચાલી, હાલમાં આવનાર આદિવાસી ગીત લાલ ગેંદા ફૂલ જેવા ગીતો બનાવી લોક ચાહના મેળવી રહ્યા છે.ત્યારે સ્ટુડિયો ના માલિક દ્વારા આદિવાસી સંસ્કૃતિ જાળવવા આમ અનોખો પ્રયાસ કરાઇ રહ્યો છે.

(10:28 pm IST)