Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

જાઇન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા દ્વારા ગરમીમાં ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને છાસનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા દ્વારા 22 મેં ના રોજ ટ્રાફિક પોલીસના જવાનો કે જેઓ ઉનાળાની કારમી ગરમી સહન કરી આપણી સુરક્ષા માટે હંમેશા ફરજ ઉપર તૈનાત રહે છે તે તમામ ટ્રાફિક બ્રિગેડના જવાનો ને જાયન્ટ્સ ભાઈઓ તેમજ બહેનો દ્વારા શહેર માં ફાળવેલ અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજના સ્થળ પર જઇને છાસનું વિતરણ કરવામાં આવ્યુ હતું,જેમાં કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનને પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવી હતી આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીમાં આ જવાનોને રાહત મળે તે માટે આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું જેમાં જાઇન્ટ્સ ગ્રૂપના સૌ ઉપસ્થિત સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(10:23 pm IST)