Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

રાજપીપળા જુની સબજેલ પાછળ ભંગારના વેપારી વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતેની જૂની સબ જેલ પાછળ ભંગારનો ધંધો કરતા વેપારીએ શનિવારે બપોરે દુકાનમાં વધુ માણસો ભેગા કરતા રાજપીપળા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે
  મળતી માહિતી મુજબ ફિરોઝભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ (રહે- જુની સબ જેલ પાછળ રાજપીપલા ) એ જુની સબ જેલ પાછળ આવેલ પોતાની ભંગારની દુકાન ચાલુ રાખી દુકાનના આગળના ભાગે પાંચેક માણસો ભેગા કરી વેપાર કરતા હોય ચેકીંગ દરમ્યાન મળી આવતા પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો

(10:21 pm IST)