Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વડીયા જકાતનાકા પાસે કેબીન પર પાંચથી વધુ માણસો ભેગા કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે જાહેરનામાના ચેકિંગ દરમ્યાન વડિયા જકાતનાકા પાસેના કેબીન ઉપર વધુ માણસો ભેગા કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે સાંજે રાજપીપળા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વડિયા જકાતનાકા પાસે મચ્છીની કેબીન ચલાવતા જયેશભાઈ આજેશભાઈ ભોઈ (રહે - નવા ફળીયા રાજપીપલા ) એ પોતાની મચ્છીની કેબીનમાં પાંચથી વધારે માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો

(10:16 pm IST)