Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

નાંદોદ તાલુકાના એક ગામમાં દેરાણીને ડાકણ કહી ત્રાસ આપનાર જેઠાણીનું અભયમ ટીમે કાઉન્સેલિંગ કર્યું

( ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં એક ગામના ૩૩ વર્ષના બહેન ને તેમના જેઠાણી તું ડાકણ છે તેમ કહી રોજ માનસિક ત્રાસ આપતા હતા અને જેઠ-જેઠાણી રોજ હેરાનગતિ કરતા હોવાથી ૧૮૧ મહિલા હેલ્પ લાઇન નો સંપર્ક કરતા રાજપીપળા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમનું કાઉન્સેલિંગ કરતા આખરે સમાધાન  કરાવવામાં સફળતા મળી હતી.
  મળતી માહિતી એક બહેનના ત્રણ છોકરા છે,અને પતિ કામ અર્થે બહાર રહે છે.આ બહેન તેમના છોકરાઓ જોડે ઘરે એકલા રહે છે. તેમના જેઠ - જેઠાણી રોજ ઝગડો કરવા આવે છે. અને જેઠાણી તું ડાકણ છે તેમ જણાવી દેરાણીને અચાનક મારવા આવે છે.આમ માનસિક ત્રાસ આપતા હોય, જેઠ પણ અપ શબ્દો બોલીને ઘરે ઝગડો કરતા હોવાની વાત અભયમ ટીમેં જાણતા બંને ને શાંતિ થી સમજાવ્યા અને કાયદાકીય માહિતી આપી ખોટો વ્હેમ રાખી ઝગડા ન કરે એ બાબતે સમજાવતા તેમના જેઠ - જેઠાણી હવે પછી હેરાનગતિ નહિ કરીએ તેવી કબૂલાત આખરે બને ના ઝગડા નું નિરાકરણ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

(10:14 pm IST)