Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વડોદરામાં તેલ ભરેલું ટેન્કર પલટી મારતાં તેલની નદી વહી

લોકોએ તેલ લેવા માટે રીતસર ચલાવી લૂંટ : ડ્રાઇવરે ટેન્કરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવેને અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી

વડોદરા, તા. ૨૩ : વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે પર કાચુ કપાસિયા તેલ ભરેલું ટેક્નર પલટી મારતા હાઈવે પર તેલ ની નદી વહેતી થઇ હતી. લોકોએ તકનો લાભ ઉઠાવી તેલની રીતસરની લૂંટ ચલાવી હતી.

બનાવ અંગે વાત કરીએ તો ઓમ પ્રકાશ માલી અકોલા (મહારાષ્ટ્ર) ખાતેની ખાનગી કંપની માંથી ૩૨ ટન ઉપરાંત નું કાચુ કપાસિયા તેલ ટેક્નરમાં ભરી ગુજરાતના કળી ખાતે ડિલિવરી આપવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવ પર ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને ઉજાગરો હોવાના કારણે ચાલુ ટેક્નરે જોખું આવી જતા તેને સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો.

ડ્રાઇવર ટેક્નરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવેને અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી હતી. જેના કારણે ૩૨ ટન ઉપરાંતના કાચા કપાસિયા તેલની નદી વહેતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

મહત્વનું છે કે હાલ બજાર માં તેલના ભાવ આસમાને છે સામાન્ય માણસ તેલનો વપરાશ કરતા વિચાર કરે છે. ત્યારે કપાસિયા તેલ ભરેલા ટેક્નરે પલટી મારતા લોકોએ એકલા પડેલા ડ્રાઇવરની મદદ કરવાને બદલે તકનો આભ ઉઠાવી રીતસરની તેલની લૂંટ ચલાવી હતી.  ત્યાંથી પસાર થતા તેમજ નજીકમાં રહેતા લોકોએ કપાસિયા તેલ Cottonseed oilની નદી વહેતી જોઈ ડબલા ભરી ભરીને તેલ લઈને રવાના થઈ ગયા હતા.

બનાવમાં ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને કોઈપણ પ્રકારની ઇજાઓ પહોંચી નથી. પરંતુ ટેક્નરે પલટી મારતા કંપનીએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ તો તકનો લાભ ઉઠાવી તેલની લૂંટ ચલાવનાર લોકો વિરુદ્ધ ડ્રાઇવરે પોલીસફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:43 pm IST)