Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

નર્મદા પોલીસમાં કાયદાના પાલન સાથે સતત સેવાકાર્ય કરનારા PSI પાઠકે ૮૦ પરિવારોને અનાજ કીટ આપી

ફરજ દરમિયાન લોકોને મદદરૂપ બનનાર PSI પાઠક હાલ કોરોના મહામારીમાં પોઈચા બ્રિજ ખાતે પણ સેવાકાર્ય કર્તા જ રહે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસમાં ફરજ દરમિયાન કાયદાના પાલન સાથે સતત સેવાકાર્ય કરનારા PSI કિન્નરેસ પાઠકે ૮૦ પરિવારોને અનાજ-શાકભાજીની કીટ આપી વધુ એક સેવાકાર્ય પૂર્ણ કર્યું હતું.
નર્મદા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા પીએસઆઇ કે.કે.પાઠકે જિલ્લાના વાંદરીયા ગામ ખાતેના વશિષ્ઠ આશ્રમ મહાદેવ મંદિર ખાતે ગામના ૮૦ ગરીબ પરિવારોને રામકૃષ્ણ મિશન વડોદરાના સંતો સાથે મળી અનાજ-શાકભાજી કીટ આપી હતી મુખ્ય અતિથિ વશિષ્ઠ આશ્રમના મહંત પરમાનંદજી મહારાજજીના સાનિધ્યમાં ૮૦ પરીવારના લોકોને અનાજ તથા શાકભાજી કીટનું વિતરણ કરીને લોકોને કરોના મહામારી બાબતેની જાણકારી આપી આ મહામારી થી કેવીરીતે બચાવ કરવો તેની પણ સમજ આપી માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવાની સુચના આપી હતી ખરેખર કોરોના મહામારીમાં ઘણા લોકોના રોજગાર છીનવાઈ ગયા છે એ સમયમાં આવા ગરીબ મજૂરી કામ કરતા પરિવારોને મદદરૂપ થઈ માનવતાનું કામ કરનારા પી.એસ.આઈ.કિન્નરેસ પાઠકના આવા સેવકાર્યો ઉપર લોકો ને ગર્વ છે.

(6:56 pm IST)