Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

નવસારીના વાસંદ નેશનલ પાર્કમાં બે એશિયાટીક વાઇલ્ડ ડોગ નજરે ચડ્યા

વનવિભાગના કેમેરામાં બંને ડોગ કેદ થયા

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં બે એશિયાટિક વાઈલ્ડ ડોગ જોવા મળ્યા છે. 50 વર્ષ બાદ આ વન વિસ્તારમાં એશિયાટિક ડોગ જોવા મળ્યા છે. વન વિભાગના કેમેરામાં આ ડોગના દ્રશ્યો કેદ થયા છે.

મળતી માહિતી મુજબ નવસારીમાં આવેલા વાંસદા નેશનલ પાર્કમાં બે એશિયાટિક વાઈલ્ડ ડોગ જોવા મળ્યા છે. આશરે 50 વર્ષ બાદ આ વન વિસ્તારમાં  આ ડોગ જોવા મળ્યા છે. વન વિભાગ દ્વારા વાંસદા નેશનલ પાક્ડ કેવડી બીટમાં મુકવામાં આવેલા કેમેરામાં આ બંન્ને એશિયાટિક વાઇલ્ડ ડોગ કેદ થયા છે.

એશિયાટિક વાઈલ્ડ ડોગ ઈન્ડિયન વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972ના સિડ્યુલ 2 હેઠળ સંરક્ષિત યાદીમાં સામેલ છે. વાસંદા નેશનલ પાર્કમાં આ બે ડોગ દેખાતા વન વિભાગે તેને સારા જંગલની નિશાની ગણાવી છે.

(11:54 am IST)