Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મોદીની સુખ-સમૃદ્ધિ માટે રોઝા રાખ્યા છે, ભાજપ જીતતા અજમેર શરીફ જઇશઃ વડનગરના વડાપ્રધાના મિત્ર જાસુદ પઠાણ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય થતા ભારે ઉત્સાહ છવાયો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વડનગરના બાળપણના મિત્ર જાસુદભાઇ પઠાણ (ઉ.વ.૭૦) અજમેર શરીફની દરગાહે જવાની માનતા રાખી હતી જે પૂર્ણ કરવા જશે.

નરેન્‍દ્રભાઇ મોદી સાથે ધો.૧થી ૧૧ સુધી અભ્યાસ કરનાર જાસુદભાઇ પઠાણે જણાવ્યું હતું કે મોદીની સુખ-સમૃદ્ધિ માટે રોઝા રાખ્યા છે અને દેશમાં નોકરી વધે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું છે.

(5:24 pm IST)
  • અમદાવાદના દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે ગરમ ઓઇલ પડતાં કામદારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી access_time 2:11 pm IST

  • મુંબઈના ભીંડી બજારમાં આગ ભભૂકી : મુંબઈના ભિંડી બજારમાં આવેલા બોરી મોહલ્લાના પંજાબ મહેલ ભવનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી : સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો access_time 2:03 pm IST

  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST