Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વડોદરાના નવાપુરામાં વ્યાજખોરો સામે પગલાં લેવાના બદલે જમાદારે આવકનું સાધન બનાવ્યું હોવાનો પર્દાફાશ: 25 હજારની લાંચ માંગતા ઝડપાયો

વડોદરા: શહેરમાં વ્યાજખોરો સામેની ઝુંબેશમાં વ્યાજખોરો સામે પગલા લેવાના બદલે આવકનું સાધન બનાવવાનો પર્દાફાશ એસીબી દ્વારા થતા શહેર પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયેલ છે. નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇના રાઇટરે અગાઉ રૃા.૨૫ હજાર લાંચ લીધી હતી પરંતુ વધુ રકમની માંગણી થતાં આખરે અરજદાર દ્વારા એસીબીનું શરણું લેવું પડયું હતું. એસીબીએ આજે નવાપુરાના જમાદાર મુર્તુજાઅલી મન્સુરીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

નવાપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે અરજી થઇ હતી આ અરજી  બાદ નવાપુરાના હેડ કોન્સ્ટેબલ મુર્તુજાઅલી ઇસ્માઇલભાઇ મન્સુરીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર તેમજ વ્યાજખોર સામે સમાધાન કરાવવા માટે અગાઉ રૃા.૨૫ હજારની લાંચની રકમ લીધી હતી તેમ છતાં વધારાની લાંચની અન્ય રકમ  રૃા.૨૫ હજાર લઇને ગઇકાલે પોલીસ સ્ટેશનમાં મુર્તુજાઅલીએ વ્યાજખોરને બોલાવ્યા હતાં પરંતુ લાંચની આ રકમ અંગે રકઝક થતાં આખરે રૃા.૧૫ હજાર આપવાનું નક્કી થયું  હતું.

(5:18 pm IST)