Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રાજયસભાની બે અને ધારાસભાની ૪ બેઠકોની ૬ મહિનામાં પેટાચૂંટણી

રાજકોટ, તા.૨૪: લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઇરાનીની જીત થઇ છે. ત્યારે હવે ભાજપના બંને નેતાઓ રાજયસભામાંથી રાજીનામું આપશે. ૧૪ દિવસમાં બેમાંથી એક ગૃહમાંથી રાજીનામું આપવાનો નિયમ છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬ લોકસભા બેઠકમાંથી મંત્રી પરબત પટેલ સહિત ૪ ધારાસભ્યોને ચૂંટણી લડાવી હતી. આ ચારેય ધારાસભ્યો એવા પરબત પટેલ બનાસકાંઠાથી, રતનસિંહ રાઠોડ પંચમહાલથી, ભરતસિંહ ડાભી પાટણથી અને એચ.એસ.પટેલ અમદાવાદ(પૂર્વ)થી વિજયી થયા છે. ભાજપના આ ચાર ધારાસભ્યો હવે સાંસદ બની ગયા હોવાથી તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવું પડશે. જેને પગલે ૨૦૧૭ બાદ ત્રીજીવાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે.  રાજીનામું આપે તે દિવસથી ૬ મહિનામાં પેટાચૂંટણી આવશે.

(4:10 pm IST)