Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગાંધીનગર: એલસીબીએ દરોડા પાડી નવ જુગારીઓને 73 હજારના મુદામાલ સાથે ઝડપ્યા

ગાંધીનગર:જિલ્લામાં જુગારની પ્રવૃતિ નાબુદ કરવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીએ કલોલ તાલુકાના પાલોડીયા ગામે દરોડો પાડીને ૭૩ હજારની રોકડ સાથે નવ જુગારીઓને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડયા હતા અને આ સંદર્ભે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આમ તો શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃતિ વધુ ફુલતી ફાલતી હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં હવે જુગારીઓ ગમે ત્યારે અને ગમે ત્યાં જુગાર રમી રહયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંતરીયાળ જગ્યામાં જુગારની પ્રવૃતિ વધુ ખીલી છે ત્યારે પોલીસ દ્વારા આ બદીને અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે પણ એલસીબી પીઆઈ ટી.આર.ભટ્ટને સૂચના આપીને જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તાકીદ કરી હતી. જે સંદર્ભે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હે.કો.મનુજી બેચરજીને બાતમી મળી હતી કે પાલોડીયા ગામમાં નીચેલા વાસમાં જુગાર રમાઈ રહયો છે.

(6:03 pm IST)