Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આણંદની તારાપુર ચોકડી પાસે કારમાંથી 9 લાખના મુદ્દામાલની ચોરી

આણંદ: જિલ્લામાં ચોરીઓેના ગુનાઓને માઝા મુકી છે. જિલ્લાના આંકલાવ અને તારાપુરમાં બે ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો. આંકલાવમાં આવેલ એક બેન્કની બહાર પ્લાસ્ટીકની થેલીમાં મુકેલ રોકડ ૨૦,૦૦૦/-ની રકમ અજાણ્યા ઈસમો સેરવી ફરાર થયા હતા. જ્યારે તારાપુર ચોકડી પરથી કાર લઈને જતા એક પરીવારનું પાકિટ અને સોનાચાંદીના દાગીના મળી કુલ ૯,૦૦,૦૦૦/-ની મત્તાની ચોરીને અંજામ અપાયો હતો.આ ઘટનામાં હદ ધરાવતા પોલીસ મથકોએ એફઆઈઆર નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આંકલાવના કહાનવાડી વિસ્તારમાં રહેતા વિજયભાઈ હરમાનભાઈ પઢિયાર જેઓ ગઈ કાલે બેન્ક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. આ સમયે તેમની પાસેની પ્લાસ્ટીકની થેલીમાં મુકેલ ૨૦,૦૦૦/-ની રકમ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતા તેઓએ આસપાસ તપાસ કરતા ચોરો મળી ન આવતા અંતે આંકલાવ પોલીસ મથકે આ ઘટનાની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાવ્યા હતા.
 

(6:02 pm IST)