Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વિજાપુરના તાતોસણની સીમમાં કુવામાંથી યુવતીની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર

વિજાપુ;ર તાલુકાના તાતોસણ ગામની સીમમાં આવેલા અવાવરૂ કૂવામાંથી હત્યા કરીને ફેંકી દેવાયેલી યુવતીની લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાનો મહેસાણા એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો અને યુવતીની હત્યામાં સંડોવાયેલ તેના પ્રેમીની ધરપકડ કરી હતી.
તાતોસણ-બિલીયા રોડ ઉપર આવેલા ડાહ્યાભાઈ પટેલના અવાવરૂ કૂવામાં અજાણી મહિલાની લાશ પડી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં આસપાસના ગ્રામજનો અને પોલીસના ધાડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે કૂવામાંથી મહિલાની લાશ બહાર કાઢી પોસ્ટ મોટમ કરાવ્યું હતું અને આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:01 pm IST)