Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

૨૧ જૂને લાખો વિદ્યાર્થીઓ યોગ દિન ઉજવણીમાં જોડાશે

રાજકોટ તા. ૨૪ : સતત ચોથા વર્ષે પણ ૨૧મી જૂનના રોજ રાજ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા થનારી આ ઉજવણીના આયોજનને લઇ ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી.

શિક્ષણમંત્રીએ આ સંદર્ભે કહ્યું કે, યોગ દિનની ઉજવણી આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે. આ ઉજવણીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ તૈયારી કરી વિદ્યાર્થીઓ યોગ દિવસમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના યોગને વૈશ્વિક માન્યતા મળી અને ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.(૨૧.૧૭)

 

(2:59 pm IST)