Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

અરિહંત ઈન્સ્ટીટ્યુટ લિ.નો આઈપીઓ આજે ૨૧ નવા કોચીંગ કેન્દ્રો શરૂ થશે

અમદાવાદ : ઈન્સ્ટીટ્યુટ લિમિટેડ કંપની એ જે વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને કંપની સેક્રેટરી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ રહ્યા છે. તે માટેના કોચીંગ કેન્દ્રો સ્થાપવા અને તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડવુ તે કાર્ય સાથે સંકળાયેલી છે. હવે આ કંપની ૨૫ લાખ ઈકિવટી શેરનો પોતાનો પ્રથમ આઈપીઓ લાવી રહી છે કે જેના દરેક શેરની અસલ કિંમત ૧૦ રૂપિયા છે અને તેના દરેક શેરની નિશ્ચિત કિંમત રૂ.૩૦ છે.

શૈક્ષણિક કેન્દ્રો સ્થાપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડનાર આ કંપની તેના આઈપીઓ થકી કુલ ૭.૫ કરોડ રૂપિયા ઉભા કરવા માગે છે. જેથી ભારતના વિવિધ ૨૧ અલગ - અલગ સ્થળોએ નવા કોચીંગ કેન્દ્રો સ્થાપી શકાય અને વધારામાં અત્યારના અને ભવિષ્યમાં સ્થપાનાર કોચીંગ કેન્દ્રોને ટેકનોલોજીના સર્વોચ્ચ ધોરણે સુધારી શકાય અને કોર્પોરેટ ઓફીસ તરીકે તેની પુનઃ રચના કરી શકાય.(૧૫.૧)

 

(1:54 pm IST)