Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ધરમપુરના ખારવેલ નજીક બાઇકને ટેમ્પોએ ટક્કર મારતા બે ના મોત ;વહેલી સવારે અકસ્માત

વલસાડના ધરમપુર પાસે ખારવેલ ગામ નજીક બાઇકને ટેમ્પોએ ટક્કર મારતા બે ના મોત નિપજ્યા છે ધરમપુર ખારવેલ ગામે હિટ એન્ડ રન જેવી આ ઘટના બની છે. જેમાં ટ્રક ચાલક ટેમ્પો અને બાઈકને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટના વહેલી સવારે હોવાનું જાણવા મળી રહ્યું છે.

(12:37 pm IST)