Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આણંદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે 20 જેટલી વખારોમાં દરોડા પાડી બિન આરોગ્યપ્રદ 120 કિલો કેરીનો જથ્થો ઝડપ્યો

આણંદ: આણંદ ફૂડ અેન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી.તે બાતમી આધારે 20 જેટલી વખારોમાં દરોડા પાડીને બિન આરોગ્ય પ્રદ 120 કિલો કેરીનો જથ્થો ઝડપી પાડી નાશ કરવામાં આવ્યો હતો

 

આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જણાવ્યા અનુસાર પવિત્ર અધિકમાસ અને રમઝાન માસમાં શ્રધ્ધાળુંઓ ઉપવાસ કરતાં હોય છે.જેના પગલે ફ્રુટની માંગ વધુ રહે છે. ત્યારે નાણાં કમાવાની લાલચમાં કેટલાંક વેપારીઓ કાર્બાઇડ અને ચાઇનીઝ પાવડરથી પકવીને ફ્રુટ વેચતાં હોય છે. જેથી માનવીના આરોગ્ય સાથે ચેડા થાય છે. આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી. બિન આરોગ્યપ્રદ ફ્રુટનું વેચાણ થઇ રહ્યું છે. તેના આધારે આણંદ શહેરના સ્ટેશન રોડ તથા જુના દાદર અને ગામ તળમાં આવેલ ફ્રુટની 20 જેટલી વખારો ઉપર દરોડા પાડીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકીંગ દરમ્યાન 120 કિલો કેરી સહિતનો જથ્થો બિન આરોગ્ય પ્રદ જણાતાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ વેપારીઓને ચેતવણી આપવામાં આવી હતી.હાલ આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ વખત ચાઇનીઝ પાવડર થી કેરી અને ફ્રુટ પકવામાં આવી રહ્યા છે. જેને ધ્યાને ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાશે.

(6:33 pm IST)