Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

નાયતવાડા ગ્રામ પંચાયત દ્વારા કોરોનાને હરાવવા માટે કરેલ કામગીરી

 

નાયતવાડા ગામ રાધનપુર તાલુકા મથકેથી ૧૧ કીમીના અંતરે આવેલુ ગામ છે ગામમા ઠાકોર,રબારી, દરબાર,પંડ્યા,નાડોદા પટેલ વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ગામ મા યુવા મહિલા સરપંચના નેત્રુત્વ હેઠળ અલગ અલગ પ્રકારની કાઅમગીરી કરવામા આવે છે. શરૂઆતમા મહિલાસરપંચ અને પંચાયતના સભ્યો તથા ગામલોકોની ભાગીદારીથી ગામ વિકાસ આયોજન બનાવી પાટણ જિલ્લામા નામના મેળવી અને બિજા ગામોને ગામ પંચાયત વિકાસ આયોજન બનાવવા માટે માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવામા નાયતવાડા પંચાયતની મોટી ભુમિકા જોવા મળી હતી. ત્યાર બાદ  ગામ સ્તરે પ્લાસ્ટિક કચરાનુ વ્યવસ્થાપન કરીને એક દાખલો બેસાડ્યો કે પંચાયત ધારે તો કેટલા સારો કામો કરી શકે જેના પરિણામ સ્વરૂપે પાટણ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીની અને બીજા સરાકારી વિભાગના અધિકારીઓની મુલાકાત નિયમીત રીતે લેવામાં આવતી થઇ જેનાથી ગામનો વિકાસ થવા લાગ્યો. હરીયાણા કુરૂક્ષેત્રમા મહિલા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમ માટે દરેક જિલ્લાની મહિલા સરપંચને મોક્લવાના હોવાથી તે માટે પાટણ જિલ્લામાથી નાયતવાડા ગામના મહિલા સરપંચની પસંદગી કરવામા આવી હતી. બધી કામગીરી રીલાયન્શ ફાઉન્ડેશનની માહિતી અને માર્ગદર્શન હેઠળ કરવામા આવી છે.

 

હાલ આપણા દેશમા અને અન્ય દેશોમા કોરોનાની મહામારી ફેલાઇ રહી છે તેમા કોઇ ક્ષેત્ર બાકી રહ્યુ નથી તેની સામે જંગ લડવા માટે અલગ અલગ પ્રકારની કામગીરી કરવામા આવે છે. નાયતવાડા ગ્રામ પંચાયતે પણ પોતાના ગામને કોરોનાથી બચાવવા માટે જે પહેલ કરીને  ખુબ સારી કામગીરી કરી છે જે નીચે મુજબ છે .
રાસ્ટ્રીય અન્ના સુરક્ષા કાનૂન-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા કુટુંબોને એપ્રિલ ૨૦૨૦ દરમ્યાનફુડ બાસ્કેટયોજના  અંતર્ગત વિના મુલ્યે ઘઊ,દાળ,ચોખા,ખાં અને મીઠાનુ વિતરણ કરવામા આવ્યુ.
.મધ્યાહન ભોજના યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને અનાજ તથા ફુડ સિક્યુરીટી એલાઉંસ આપવામા આવ્યુ.
.ગ્રામસફાઇગામના બધા વોર્ડમા ૧૧.૦૪.૨૦૨૦ થી ૧૩.૦૪.૨૦૨૦ સુધી સફાઇ કરાવવામા આવી. . ડીઝીટલી નાણાંની ચુકવણીની વ્યવસ્થા- નાયતવાડા ગ્રામ પંચાયત અને બેંક ઓફ બરોડા ના સંયુક્ત ઉપક્રમે બેંકમિત્રની નિમણુક પરમાર રણજીતસિંહ નટુભાની કરી સામાજિક અંતર જળવાઇ રહે તે માટે ગામ સ્તરે લોકો પોતાના બેંકખાતામાંથી પૈસા ઉપાડી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી જેમા ૨૦ વિધવાબેનો, ૧૫૦ વય વંદનાના લાભાર્થીઓ. ૩૫૦ ખેડુતો પ્રધાનમંત્રી સમ્માન નિધીના અને ૫૩૮ મહિલા ખાતા ધારકોને અને ૫૫ એલ.પીજી ગેસ ધારકોને  લાભ મળી શક્યો.જેનાથી કુલ ૧૨૮૭૦૮૮ રૂ ગામમા આવ્યા છે.
. નાયતવાડા ગામના દુકાનધારકોને લોકડાઉન,કલમ ૧૪૪ અને  ધુમ્રપાન વેચાણ  પ્રતિબંધ માટેનીનોટિસઆપવામા આવી અને દરેક દુકાને લગાવાવામા આવી. નોટિસમા દુકાન ખોલવાનો અને બંધ કરવાનો સમય, ગુટકા બીડી અને ઠંડાપીણાના વેચાણ પર પ્રતિબંધ કરવો તેવી બધી વિગતોનોટીસમા  દર્શાવી છે.
. લોકડાઉનનો ચુસ્તપણે ગામલોકો પણ પાલન કરે તથા જાહેરમા ના થુંકે તેના માટે ગામની જાહેરજગ્યાઓ પર નોટીસ લગાવામા આવી છે અને ઢોલ વગાડીને ગામલોકોને જાણ કરવામા આવી છે..
.કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે ગ્રામસ્તરે સમિતીઓ (જેવીકે સંરક્ષણ,મહેસુલ, આરોગ્ય અને સમાધાન)  બનાવવામા આવી છે જેમા ગામના યુવાનોને જોડવામા આવ્યા છે. દરેક સમિતીના સભ્ય માટે પંચાયત દ્વારા ઓળખકાર્ડ પણ બનાવીને આપેલ છે.  
. નાયતવાડા ગામના સમિતીનાસભ્યોની મદદથી આખા ગામને સેનેટાઇઝર કરવામા આવ્યુ.
. ગામના સ્વ સહાય જુથની બેનો દ્વારા માસ્ક બનાવીને મહિલા સરપંચ દ્વારા ગામની સગર્ભા બેનો અને સમિતીના સભ્યોને વિતરણ કરવામા આવ્યા.હજુ વધુ માસ્ક બનાવી દરેક પરિવાર સુધી પહોચાડવાનુ પંચાયતનુ આયોજન છે. જેનાથી સ્વ સહાય જુથને આર્થિક ટેકો મળશે.
૧૦. ગામના લોકોની કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ગામના સ્વયંસેવકો દ્વારા ઉકાળો બનાવીને દરેક પરિવારના સભ્યોને  પીવડાવામાં આવ્યો છે.
નાયતવાડા ગ્રામ પંચાયતે કોરોનાને હરાવવા માટેખુબ સરાહનીય કામગીરી કરી છે. તે માટે તાલુકા પંચાયતતરફથી અભિનંદન પાઠવવામા આવ્યા છે.
ઉપરોક્ત કામગીરી  કરતા ગામાના યુવા નાગરીક એવા લાખાભાઇના મતેઅમારા ગામમા  રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા ખુબ સારી કામગીરી કરવામા આવી છે તેથી પણ મહત્વની વાત છે કે ગામના લોકો એક જુથ થઇને કોઇ પણ પડકારનો સામનો કેવી રીતે કરી શકે અને ગામ લોકોની ભાગીદારીથી સર્વાગી વિકાસ કરી શકાય તેની તાલીમ અને માર્ગદર્શન આપવામા આવ્યુ તે ગામ માટે ખુબ ઉપયોગી બન્યુ છે.આજે અમે અમારા ગામમા જે પણ કંઇ સારા કામો કરીએ છીએ તેનો શ્રેય રીલાયન્શ ફાઉન્ડેશનને જાય છે  જેના માટે રીલાયન્શ ફાઉન્ડેશનનો ખુબ ખુબ આભાર” 
માહીતી સંકલન અને રીપોર્ટનાયતવાડા ગ્રામ પંચાયતસહયોગ અને માર્ગદર્શન રીલાયન્શ ફાઉન્ડેશનની છે તેમ વ્રજલાલ રાજગોરની યાદીમાં જણાવાયું છે

 

(1:42 am IST)