Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ભદામની મહિલાનો પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ રાજપીપળા શાકમાર્કેટ વિસ્તારમાં આરોગ્યનું સર્વે : પાંચ વ્યક્તિઓના રેપીડ ટેસ્ટ કરાયા

ભદામ ગામની કોરોના પોઝિટિવ મહિલા રાજપીપળા શાકમાર્કેટ અને બેન્ક ઓફ બરોડામાં આવી હોવાની વાત: છતાં બેંક કર્મીઓ અને શાક માર્કેટના રિપોર્ટ નેગેટિવ આવતા અનેક સવાલ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં લોકડાઉન ના પ્રથમ તબક્કા માં એકપણ કેસ આવ્યો હતો ત્યારબાદ લોકડાઉન ના બીજા તબક્કા માં શરૂઆત માંજ ત્રણ દિવસ માંજ ૧૧ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા બાદ દિવસના વિરામ બાદ ૨૩ એપ્રિલે સવારે આવેલ જેટલા રિપોર્ટ માંથી પાંચ નેગેટિવ આવ્યા હતા અને એક નાંદોદ તાલુકાના ભદામ ગામની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.

 

આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી હતી અને કોઈ અન્ય શહેર માંથી તેમના ઘરે કોઈ આવ્યું હોય તેવું પણ જાણવા મળ્યું હતું પરંતુ ભદામ ગામની કોરોના પોઝિટિવ મહિલાએ રાજપીપળા શાકમાર્કેટ અને બેન્ક ઓફ બરોડામાં આવી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા મહિલા ને કોરોના નું સંક્રમણ ક્યાંથી લાગ્યું તે શોધવા માટે શાકમાર્કેટ વિસ્તારનો સર્વે હાથ ધરાયો હતો જોકે સંદર્ભે આરોગ્ય વિભાગ સતર્કતા થી કામ કરી રહ્યું છે રાજપીપળા ની બેન્ક ઓફ બરોડામાં કામ કરતા જેટલા કર્મચારીઓ ના પણ સેમ્પલ લેવાયા હતા ઉપરાંત આજે સવારે શાકમાર્કેટ વિસ્તારનો સર્વે હાથ ધરી જરૂર જણાતા પાંચ વ્યક્તિઓ ના રેપીડ ટેસ્ટ કરાયા હતા તમામ ના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે ઉપરાંત બેન્ક ઓફ બરોડા ના કર્મચારીઓ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા તમામ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ભદામ ગામની મહિલા ને સંક્રમણ ક્યાંથી લાગ્યું તે દિશામાં તપાસ કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે કેટલાક કિસ્સાઓમાં લોકો બહારગામથી આવ્યા હોય છે પરંતુ કાયદાના ડરે આવી બાબત તે છુપાવતા હોય છે ત્યારે જો ભદામ ની કોરોના પોઝીટીવ મહિલા ના કિસ્સામાં પણ આમ બન્યું હોય તો તે ગંભીર બાબત કહી શકાય સાથે જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપર પણ ઘણા સવાલો ઉભા થઈ શકે છે

(1:28 am IST)