Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લોકડાઉન દરમિયાન નર્મદા પોલીસ દ્વારા ડ્રોન તેમજ સર્વેલન્સ વડે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પણ તવાઈ

 

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : હાલ કોરોનાને લઈ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ કડક બની છે રાજ્યમાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ કરનાર તેમજ લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરતા વ્યક્તિઓ ઉપર વધુમાં વધુ કેસ કરવા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ની સૂચના હેઠળ જિલ્લામાં પ્રોહિ.ની પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓનું ડ્રોન સર્વેલન્સ દ્વારા વોચ રાખી કેસો કરવા જણાવતાં નર્મદા જિલ્લા એલસીબી દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી ભદામ, નવાગામ,રામગઢ ખાતે દેશી દારૂની ભઠ્ઠી ના કેસ કરવામાં આવ્યા છે તેમજ સુંદરપુરા ગામે તાળી નો કેસ કરી કુલ ત્રણ કેસોના લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 

તદુપરાંત કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતે ના સીસીટીવી સર્વેલન્સ ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગનાઇઝેશનના આધારે રાજપીપળા માં વડીયા જકાતનાકા ખાતે એક ઈસમ વારંવાર બિનજરૂરી અવરજવર કરતો હોય જેને શોધી કાઢી જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારના સંતોષ ચાર રસ્તા,રાજેન્દ્રનગર સોસાયટી વિસ્તારના ખાનગી સીસીટીવી કેમેરા દ્વારા લોકડાઉન માં બિનજરૂરી ફરતા લોકો સામે જાહેરનામા ભંગ બદલ કેસ કરવામાં આવ્યા છે.આમ નર્મદા એલસીબી ટિમ દ્વારા લોકડાઉન સંદર્ભે ચાંપતી નજર રખાઈ રહી છે.

(1:26 am IST)