Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોના હાઉ વચ્ચે જરૂરી એવું માસ્ક પણ સોસીયલ મીડિયામાં મજાક બની ચૂક્યું છે..?!

દરજીઓ પાસે કે રેડીમેડ કપડાં સાથે મેચિંગ માસ્કની બોલબાલા શરૂ થવાના મેસેજ વાયરલ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના કહેર વચ્ચે સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે લોકો નવા કપડાં સાથે મેચિંગ માસ્ક બનાવવા પાછળ ઘેલા બન્યા હોવાના રસપ્રદ ફોટા સોસીયલ મીડિયા માં વાયરલ થતા લોકો માટે કોરોના વાયરસમાં જરૂરી એવું માસ્ક પણ જાણે મજાક બની રહ્યું છે.ત્યારે કેટલાક લોકોને મતે જ્યારે સદંતર લોકડાઉન હળવું થશે ત્યારે મજાક પણ હકીકત બને તેમ દરજીઓ પાસે કે રેડીમેડ કપડાં સાથે મેચિંગ માસ્કની બોલબાલા શરૂ થાય વાત આપણા ભારત દેશ માટે સાચી સાબિત થઈ શકે તેમાં કોઈ બેમત નથી

(1:25 am IST)