Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અરવલ્લી જિલ્લામાં ભિલોડા, શામળાજી, મેઘરજ, ઇસરી, ટીંટોઇ યુનિટોના હોમગાર્ડ જવાનોને ડો.કિરીટભાઈ દ્વારા હોમિયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ

 

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :અરવલ્લી જિલ્લામાં આજરોજ  જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દિનેશભાઇ પટેલની ઉપસ્થિતિના ભિલોડા, શામળાજી, મેઘરજ, ઇસરી, ટીંટોઇ યુનિટોના હોમગાર્ડ જવાનોને ડો.કિરીટભાઈ દ્વારા હોમિયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

  કોરોના જંગ  સામે રક્ષણ માટે રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવા આયુષ મંત્રાલય ઘ્વારા ભલામણ કરેલ હોમીયોપેથીક દવા  આરસેનિક આલ્બનું વિતરણ  આજે 600 થી વધુ હોમગાર્ડ જવાનોને મોટી ઇસરોલના ડૉ. કિરીટભાઈ પટેલ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું.તેમણે આર્યુવેદીક ઉકાળા, ગરમ પાણી, લીંબુનો ઉપયોગ કરવા વગેરે અંગે પણ જાણકારી અને માહિતી પૂરી પાડી હતી..હજુ આવતીકાલે પણ બાકીના હોમગાર્ડ યુનિટોમાં બીજા 600થી વધુ હોમગાર્ડ જવાનોને ઓન દવાનું ડો.કિરીટભાઈ દ્વારા નિઃશુલ્ક વિતરણ હોમગાર્ડ કમાન્ડન્ટ દિનેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે
  અરવલ્લી જિલ્લામાં કોરાના સંકટ વચ્ચે સેવા બજાવી રહેલા તમામ યુનિટના હોમગાર્ડ જવાનોને રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરી રહેલ ડો. કિરીટભાઈ પટેલની સેવાઓને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દિનેશભાઇ પટેલે બિરદાવી હતી.

(1:22 am IST)