Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સાકરીયા પંચાયત દ્વારા માસ્ક નહિ પહેરનારને માટે દંડ વસૂલવા નિર્ણય કરી સ્વંયસેવકોને કામે લગાડ્યા

 

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં પણ વધતા કોરોના પીઝિટિવ કેસોને લઈને હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયતો પણ એક્શનમાં આવી ગઇ છે અને તકેદારી માટેના કડક પગલાં ભરવા નિર્ણય લઈને અમલ શરૂ કર્યો છે. જેમાં ગામમાં પ્રવેશબંધી, ગામમા માસ્ક પહેર્યા વગર નિકળનારને રૂ.200થી લઈ 500 સુધીનો દંડ વસૂલવા જેવા આકરા નિર્ણયો લેવા પડી રહ્યા છે.

 મોડાસા તાલુકાના સાકરીયા ગ્રામ પંચાયતના સરપંચ અને પંચાયત ના સભ્યો દ્વારા પણ ગામના દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવા માટે નિર્ણય કર્યો છે જેનું પાલન નહિ કરનાર પાસેથી દંડ વસૂલવા ગામના યુવાનો સ્વયંસેવકની ટુકડી કડક નજર રાખશે અને માસ્ક પહેર્યા વિના પહેલીવાર નીકળશે એની પાસેથી રૂ.200 વસૂલવા અને બીજીવાર ભૂલ કરે તો રૂ.500 વસૂલવા પંચાયતે કરેલા નિર્ણયનું સ્વયંસેવકો કડક પાલન કરાવશે .એમ ગામના યુવા કાર્યકર કૌશિક પટેલે જણાવ્યું છે.

(1:18 am IST)