Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સુરત મનપા કમિશ્નરનો મોટો નિર્ણય: પોઝિટિવ કેસો ધરાવતાં વિસ્તારમાં કાર્યરત ભોજન કેન્દ્રો બંધ રખાશે

શહેરના વિવિધ ઝોનમાં 16 કોમ્યુનિટી કિચન (ભોજન કેન્દ્રો) કાર્યરત

 

સુરતઃ મનપા દ્વારા વિવિધ ઝોનોમાં કાર્યરત કોમ્યુનિટી કીચનો પૈકી પોઝિટિવ કેસો ધરાવતા વિસ્તારોમાંથી કોમ્યુનિટી કીચનો બંધ કરવામાં આવશે. ઉધના અને લિંબાયત ઝોનમાં કાર્યરત એક-એક કોમ્યુનિટી કીચન આવતીકાલથી બંધ કરવામાં આવી શકે છે. કારણ કે, કોમ્યુનિટી કીચન સાથે સંકળાયેલા મનપાના સ્ટાફ પર પણ સંક્રમણનો ખતરો મંડરાઇ રહ્ના છે.

 

મનપા કમિ. પાનીએ જણાવ્યું કે, તંત્ર દ્વારા શહેરના વિવિધ ઝોનમાં 16 કોમ્યુનિટી કિચન (ભોજન કેન્દ્રો) કાર્યરત છે. જે પૈકી પોઝિટિવ કેસો ધરાવતાં વિસ્તારમાં કાર્યરત ભોજન કેન્દ્રો બંધ કરાશે અને આ વિસ્તારમાં ભોજન કેન્દ્રોનો લાભ લેતાં લોકોને અનાજની સીધી વ્યવસ્થા કરાવવામાં આવશે. આજે તમામ ભોજન કેન્દ્રો ચાલુ રહ્ના હતા. પરંતુ આવતીકાલથી ઉધના અને લિંબાયત ઝોનમાં હોટસ્પોટ એરિયામાં કાર્યરત ભોજન કેન્દ્રો બંધ કરવામાં આવશે .તંત્ર દ્વારા ગરીબ-જરૂરિયાતમંદો માટે અનાજની વ્યવસ્થા કરવામાં આવશે. સીધી કીટ જ લોકોમાં વિતરિત કરાશે.

(12:31 am IST)