Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોનાથી ડરવા કરતાં “રોગપ્રતિઆત્મક” શક્તિ વધારો : જંગ જરૂર જીતી જશું

ફેસબુક લાઈવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પ્રજાજોગ ભાવનાત્મક સંદેશ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે અને  છેલ્લાં પાંત્રીસ દિવસ જેટલા સમય પછી ઘરમાં બંધ “લોકડાઉન” નું પાલન કરતી જનતાના અનેક સવાલોના જવાબો આપવા માંટે સોશિયલ મીડિયાના સહારે “ફેસબુક-Live” કરીને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જનતાને ભાવનાત્મક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો અને સાથે સાથે દરેક લોકો સુધી પોતાની વાત ખૂબ આસાનીથી પહોંચાડયો છે

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ “કોરોના” મહામારી સામે ગુજરાત રાજ્યની જનતાની કોરોના સામેની લડાઈમાં જીત નિશ્ચિન્ત છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.રૂપાણી જ્યારે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાં ગુજરાતી બોલે કે હિન્દી કે પછી અંગ્રેજી તેઓ ફક્ત પોતાની ભાવનાત્મક શૈલીમાં ફક્ત હોય છે રાજ્યની જનતાની લાગણી…!!

 મુખ્યમંત્રી રૂપાણીની દરેક વાતમાં રાજ્ય અને રાજયની જનતા માંટે એક સંવેદનાત્મક ભાવના જોવાં મળતી હોય છે.કોરોના સામેની લડાઈ અને જનતાની “લોકડાઉન” પરિસ્થિતિ માં લોકોની લાગણી સમજીને તેને પોતાનાં શબ્દો અને રજુઆત કરવામાં વિજય.ભાઈ રૂપાણી ક્યારેય ખોટો આડંબર કે લોકોને આંજીનાખે એવી કોઈ ભાષાશૈલી નો ઉપયોગ કરતાં નથી. કદાચ તેથીજ ખૂબ સરળ અને મૃદુભાષી એવાં મુખ્યમંત્રી અનેક વખત પોતાની ગુજરાતી કે હિન્દી સ્પીચમાં જ્યારે જ્યારે બોલે છે ત્યારે વિરોધીઓ તેમનાં ભાષા જ્ઞાન ઉપર મજાક કરતાં હોય ત્યારે રૂપાણી ફક્ત એટલુંજ ધ્યાન રાખે છે કે એમને ફક્ત જે કહેવાની છે એ વાત અને તેનાં મહત્વ ઉપર જ ધ્યાન નહીં કે ખોટાં ખોટા બણગાં હાંકવામાં…!!

   એટલેજ એક સરળ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ .રૂપાણી સૌ કોઈને જાણીતાં બન્યા છે.કોરોના મહામારી ને કારણે લોકડાઉન થયેલી પ્રજા માંટે એક પ્રજાજોગ સંદેશ લઈને ફરી એક વખત તેઓ સોશિયલ મીડિયાના FB “ફેસબુક” માધ્યમથી જે સંદેશ આપી ગયાં તેમાં પણ વિજયભાઈ ની ભાવના કહો કે સંવેદના એતો ફક્ત જનતાની વચ્ચે ચર્ચાતા અમુક સવાલોના જવાબો આપવા પૂરતી જ હતી.અને એ પણ અસલ વિજય.રૂપાણી સ્ટાઇલમાં…!!

   કોરોના-કોવિડ 19 પોઝીટીવ કેસો માં સૌથી વધુ મોત ગુજરાત રાજ્યમાં જ કેમ…? એવાં લોકો વચ્ચે ચર્ચાતાં સવાલનો જવાબ આપતાં વિજયભાઈ એ કહ્યું કે “આપડે કોરોના સામે જરૂર જીત મેળવીશું તેમજ કોરોના પોઝીટીવ કેસો માં રાજ્યમાં સૌથી અધિક મોત એ વાત તદ્દન અસ્વીકાર્ય છે…! કારણ કે કોરોના પોઝીટીવ આવેલાં દરદીઓ માં ડાયાબીટીસ,હાઇપર ટેંશન,કેન્સર જેવી અનેક નાની મોટી બીમારીથી પીડિત લોકો પણ હતાં એટલે ફક્ત covid-19 પોઝીટીવ દરદી ઓનાં મોત નો આંકડો જ મોટો છે એવું જરાય નથી.. અને આપડે સૌએ પોતપોતાની “રોગપ્રતિઆત્મક” શક્તિ વધારવાની છે એટલે કોરોના સામેનો જંગ જરૂર જીતી જશું 

(11:59 pm IST)